ઝાલાવાડના દસાડા, થાન, ધ્રાંગધ્રા સિટી, રેલવે પોલીસ મથક અને નાની મોલડી પોલીસ મથકે ચોરીની 6 ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં દસાડાના મેરા, એરવાડા, એછવાડા અને થાનના અભેપરમાં બાઈક ચોરાયા છે. જયારે ચોટીલા હાઈવે પર મહાવીરપુરમ તીર્થમાંથી ભગવાનની પંચધાતુની મુર્તીઓ ચોરાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રાના રહેણાક મકાનમાં ચોરી થઈ છે.


દસાડા તાલુકાના ફતેપુરા ગામના 23 વર્ષીય મનસુખભાઈ ગુલાબભાઈ ધામેચા હાલ મેરા ગામે રહે છે અને જાલીસાણા ગામે આવેલ કંપનીમાં ફરજ બજાવે છે. ગત તા. 2જીએ તેઓએ ઘરની બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ. જયારે તા. 3જીએ સવારે તેઓને કંપનીમાં જવાનું હોવાથી ઘરની બહાર આવતા બાઈક નજરે પડયુ ન હતુ. આ અંગે શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ દસાડા પોલીસ મથકે 35 હજારનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી છે. જયારે થાનના અભેપર ગામે આવેલ રામજી મંદિર પાસે રહેતા હીતેશભાઈ લાલજીભાઈ ઝેઝરીયા વાસુકી ગૃહ ઉદ્યોગમાં મજુરી કરે છે. તા. 2જીએ તેઓએ ઘરની બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ. તા. 3જીએ સવારે તેઓને ગામમાં એક પ્રસંગમાં જવાનું હોવાથી બહાર આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી તેઓએ થાન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે 40 હજારનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ જે.એસ.જાડેજા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડાના એરવાડા ગામે રહેતા વજુભાઈ વીરાભાઈ પગીના ઘર બહારથી રૂ. 25 હજારનું તથા એછવાડા ગામે રહેતા જગદીશભાઈ ડાયાભાઈ વાઘેલાનું રૂ. 20 હજારનું બાઈક ચોરાયુ છે. બન્ને બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાઈ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે.


  • Follow us on: