જિલ્લામાં વાહનો પલટી મારવાના બનાવો અવારનવાર બને છે. હજુ બે દિવસ પહેલા જ લખતર-વઢવાણ રોડ પર વીજ કંપનીના વાયરોના ડ્રમ ભરેલ આઈશર પલટી મારી ગયુ હતુ. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં શુક્રવારે વહેલી સવારથી જામનગરથી સલ્ફર ભરેલ ડમ્પર કલોલના છત્રાલ જીઆઈડીસી તરફ જતુ હતુ. ત્યારે વઢવાણના બાકરથળી પાસે ચાલકે ડમ્પર પર કાબુ ગુમાવતા આ ડમ્પર પલટી મારી ગયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર શૈલેષભાઈ કૈલા સહિતનાઓ દોડી ગયા હતા. અને ક્રેનની મદદથી ડમ્પરને સાઈડમાં લઈને વાહન વ્યવહાર પુર્વવત કર્યો હતો. જોકે, આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ રસ્તા પર જાણે પ્રવાહી રસાયણની ચાદર પાથરી હોય તેવુ દૃશ્ય ખડુ થયુ હતુ.

Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત









