સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર વિજય સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એકાદ માસ પહેલા પીવાના પાણી સાથે ગટર મિશ્રિાત દુર્ગંધયુકત પાણી આવતુ હોવાથી રહીશોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. જેમાં મહાનગરપાલિકાની ટીમે આવી રસ્તામાં ખોદકામ કરી રિપેરીંગ કામ હાથ ધર્યુ હતુ. પરંતુ આ રિપેરીંગ સમયે પીવાના પાણીની પાઈપલાઈન તુટી ગઈ હતી. આથી જયારે જયારે પાણી વિતરણનો વારો હોય ત્યારે આ પાઈપલાઈનમાંથી પાણી લીકેજ થાય છે અને સોસાયટીમાં મીની તળાવ જેવુ પાણી ભરાય છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં મનપાની ટીમ સમસ્યાનું સમાધાન શોધી શકી નથી. છેક નર્મદાથી કરોડો રૂપિયા ખર્ચીને નહેર વાટે શહેરમાં પાણી આવે છે. ત્યારે હજારો લીટર પીવાના પાણીનો છડેચોક વેડફાટ થઈ રહ્યો છે. આ રસ્તા પરથી જિનાલય અને શિવાલય દર્શને જતા લોકો પસાર થાય છે. ત્યારે તેઓને હાલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.



  • Follow us on: