સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. જેમાં થોડા દિવસ અગાઉ મારામારીના ગુનાઓના આરોપી ધ્રાંગધ્રાના હર્ષદ જયંતીલાલ સીંધવ અને સુરેન્દ્રનગરમાં જુગારનો અખાડો ચલાવતા મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમારનેપાસા હેઠળ અલગ-અલગ જેલ હવાલે કરાયા છે. ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજમાં આવેલા વહાણવટીનગરમાં રહેતા રીઢા તસ્કર રાહુલ પેથાભાઈ સરવૈયા, મારામારી, લેન્ડગ્રેબીંગ, જુગાર સહિતની અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા સાયલાના આંબેડકરનગરમાં રહેતા 2 સગાભાઈઓ પ્રદીપ ઉર્ફે પદુ નટવરભાઈ પરમાર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર સામે પણ જિલ્લા પોલીસ દ્વારા દરખાસ્ત તૈયાર કરી કલેકટરને સોંપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલે ત્રણેય આરોપીઓની પાસાની દરખાસ્ત મંજુર કરી વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. આથી સુરેન્દ્રનગર એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને સાયલા પોલીસે આરોપીને વોરંટની બજવણી કરી હતી. અને ત્રણેય આરોપીઓ 22 વર્ષીય રાહુલ પેથાભાઈ સરવૈયાને વડોદરા મધ્યસ્થ જેલ, 32 વર્ષીય પ્રદીપ પરમારને ભુજની પાલારા જેલ અને 42 વર્ષીય જીતેન્દ્ર પરમારને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન









