જોરાવરનગર પોલીસને રતનપરમાં રામદેવપીરના મંદિર પાસે રહેતો રોહીત ઉર્ફે ઘોઘો જીલુભાઈ કુરીયા તેના મકાન પાસે દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ આરોપી નાસવા લાગતા કોર્ડન કરી ઝડપી લીધો હતો. તેની પાસેના થેલામાંથી દારૂના 17 ચપલા મળી આવ્યા હતા. આથી તેને દારૂ અને મોબાઈલ સહિત રૂ. 6700ની મત્તા સાથે ઝડપી લીધો હતો. રોહીતની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ તે મૂળીના ગોદાવરી ગામના આદીત્યરાજસિંહ પરમાર પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આદિત્યરાજસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ એચસી એસ.બી.કૈલા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે.શ્રીમાળીની સુચનાથી સ્ટાફના અલ્પેશભાઈ, કાર્તીકભાઈ સહિતનાઓ પ્લેટફોર્મ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં વેરાવળ એકસપ્રેકસ ટ્રેનના કોચ નં. એસ-4માંથી ઉત્તરપ્રદેશનો અજયસિંહ નરસિંહ સેંગર દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 620 સાથે પકડાયો હતો. જયારે આજ કોચમાંથી યુપીનો દીપુસિંહ હરપાલસિંહ સેંગર દારૂની 1 બોટલ કિંમત રૂ. 880 સાથે ઝડપાયો હતો. બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.



  • Follow us on: