રાતબા વાવ એટલે કે રાજબાઇ વાવ તરીકે જાણીતી આ વાવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામ પાસે આવેલી એક ઐતિહાસિક સ્તંભવાળી વાવ છે. આ વાવનું નિર્માણ લગભગ આજથી 500 વર્ષ પૂર્વે ઈ.સ.1482માં મૂળી સ્ટેટના દરબાર વિજયરાજ સિંહએ બંધાવી હોવાનું માનવામાં આવે છે. આ વાવ માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ ત્યાંના સમુદાય માટે ધાર્મિક રીતે પણ ખુબ જ મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આ વાવના પ્રાંગણમાં માત્રી માં તથા ચામુંડા માંની પૂજા અર્ચના ત્યાંના લોકો દ્વારા ખુબ જ શ્રાદ્ધાથી કરવામાં આવે છે સ્થાનિક સમુદાય સહિત બ્રહમ, માલધારી સમાજ આ વાવનો તહેવારો અને સામહિક કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે અને હાલમાંત્યાં બામ્બુથી ઢંકાયેલા પ્રાંગણનું નિર્માણ કરવામાં આવેલુ છે. જે તેહવારો દરમિયાન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.


માત્રી મા અને ચામુંડા માના સ્થાનકનું પૂજન-અર્ચન

વાવના તળિયે પત્થરના નંદીની મૂર્તિઓ સ્થાપિત છે. જે ધાર્મિક શ્રાદ્ધાનું પ્રતિક છે. આ વાવના ઉપરના ભાગમાં એક મંદિર પણ આવેલુ છે. જ્યાં માત્રી માં અને ચામુંડા માંની પૂજા અર્ચના થાય છે. વાવના પાછળના ભાગમાં એક માંડવી છે. જ્યાં સંત શ્રીજી મહારાજના ચરણ પાદુકા સચવાયેલા છે. સંત શ્રીજી મહારાજે પણ આ વાવમાં પોતાના સંતો સાથે સ્નાન કરીને સભા કરી છે. જેથી આ સ્થાનમાં ખુબ જ શાંતિની અનુભૂતિ થાય છે.

મોટા પ્રમાણમાં શુદ્ધ પાણીનો સંગ્રહ

વાવમાં સાત કોઠા બાદ કુવા સુધી પગથીયા હોવાથી અહી વસેલા ગ્રામજનો અને અબોલ જીવોને પુરતા પ્રમાણમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહે. જેથી મોટાપ્રમાણમાં આ વાવમાં આખા વર્ષ ચાલે એટલા પાણીનો પણ સંગ્રહ કરાતો હતો.

વાવની વિશેષતા, આર્કિટેક ડિઝાઇન

સામાન્ય રીતે વાવના મુખ્યત્વે ચાર પ્રકાર હોય છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા. જેમાંથી આ વાવ નંદા પ્રકારની વાવ ગણવામાં આવે છે. આ વાવમાં ક્યાંક પણ ચુના કે સિમેન્ટનો ઉપયોગ થયેલો નથી. માત્ર પથ્થરોથી બનેલી છે. આ વાવમાં મુખ્યત્વે છ ફૂટ અને એક મુખ મંડળ આવેલું છે. જેથી તેને સાત કોઠાની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક શિખર પર સક્કરપારાની ભાત કોતરેલી છે. વાવમાં ઉતરતા અંદર જમણી બાજુએ શેષશાયી વિષ્ણુની પ્રતિમા છે અને તેની ઉપર નવગ્રહપટ્ટ કંડારેલ છે. રાતબા વાવમાં પિરામિડાકાર છતવાળા મંચો છે. જે આરામ માટેની જગ્યા પ્રદાન કરે છે. પત્થરના સ્તંભો અને આર્કો સાથેની સુંદર રચના આ વાવને સુંદર બનાવે છે.


  • Follow us on: