સુરેન્દ્રનગર વિસ્તારમાં આંગણવાડી અને તેડાગર(હેલ્પર)ની ભરતી માટે ફોર્મ ભરવા માટે મોટીસંખ્યામાં મહિલાઓ સહિતના લોકો ફોર્મ ભરવા માટે જરૂરી દાખલા કઢાવવા માટે મામલતદાર કચેરી અને મનપાની કચેરીએ લાંબી લાઇનો લગાવી રહયા છે. પરંતુ ફોર્મ ભરવાના છેલ્લા બે દિવસ જ બાકી છે. એવા સમયે જ સરકારી સર્વર ડાઉન થઇ જતા ભારે મુસ્કેલીનો સમાનો કરવો પડી રહયો છે.આમ બધા જ જરૂરિયાતમંદ અને ઇચ્છુક લોકો જરૂરી તમામ કાગળો દાખલા સાથે ફોર્મ ભરી શકે એ માટે સર્વર સહિતની સમસ્યા ઉકેલાય અને વધારાનો સ્ટાફ મુકાય એવી પણ માંગ ઉઠી છે.



  • Follow us on: