ગુજરાતના સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના તલોદ (Talod) ખાતે આવેલી કંપનીમાં થયેલી હત્યા (Murder) નો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિલિકોન કંપની (Silicon Company) માં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ (Security Guard) ઉપેન્દ્રકુમાર (Upendrakumar) ની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસે સઘન શોધખોળ હાથ ધરી હતી અને મામા ઉર્ફે બાલકિશન (Mama alias Balkishan) નામના આરોપીની અટકાયત કરી લીધી છે.
માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ સિક્યુરિટી ગાર્ડ ઉપેન્દ્રકુમારના માથાના ભાગે કુહાડીના ઘા (Axe Blows on Head) મારીને તેમની હત્યા નિપજાવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ મોબાઈલ ફોન તોડી નાખવા (Breaking Mobile Phone) ના મુદ્દે આ હત્યા કરી હોવાની કબુલાત (Confession) આપી હોવાનું જાણવા મળ્યું છે.
