સુરેન્દ્રનગરના થાનગઢમાં ભ્રુણ હત્યાનું રેકેટ ઝડપાયું છે. આર્શીવાદ હોસ્પિટલ પર ભ્રુણ હત્યાના આરોપ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલ સંચાલક રાજેશ ગોઝિયા સામે ફરિયાદ કરવામાં આવી છે. દિનેશ અને નીતા ઝીંઝુવાડિયા સામે પણ ફરિયાદ નોંધાય છે. જુદા જુદા જિલ્લાઓમાંથી મહિલાઓને બોલાવાતી હતી. મહિલાઓને હોસ્પિટલમાં બોલાવી ભ્રુણ હત્યા થતી હતી.
થાનગઢમાં ભ્રુણ હત્યાનું રેકેટ ઝડપાયું
સુરેન્દ્રનગરના થાનમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રુણ હત્યા કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે. સમગ્ર રેકેટનો ધડાકો થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ સંચાલક રાજેશ ગોઝિયા દિનેશ અને નીતા ઝીંઝુવાડિયા સામે ગુનો દાખલ કરાયો છે.
થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ગેરકાયદેસર ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો ધડાકો થતા DYSP સહિતના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના અને જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવી અને ભ્રુણ હત્યા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે. સમગ્ર રેકેટ બાદ ફફડાટ ફેલાયો છે.