બનાસકાંઠામાં ખાતર નહીં મળતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. થરાદમાં ખાતર માટે ખેડૂતોની જંગ જેવી સ્થિતિ થઈ છે. ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. ખાતર માટે 4 ડેપો ઉપર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે.ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યાં છે. ખાતર માટે અલગ અલગ ગામડાઓમાંથી ખેડૂતો અને મહિલાઓ લાઈનમાં ઉભા રહ્યા છે.


[[$googlead]]

સરકાર ખેડૂતો માટે શું કરે છે?

બનાસકાંઠામાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા થરાદ અને વાવ તાલુકામાં ખેડૂતોને તકલીફો પડી રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ચીમકી આપતાં કહ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ખાતર નહીં મળે તો રસ્તા પર ઉતરીશું. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકારને સવાલ કર્યા હતાં. સરકાર ખેડૂતો માટે શું કરે છે?. આજે વહેલી સવારથી થરાદમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે.  

[[$alsoread]]

  • Follow us on: