થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ખાતરની અછત ફોન લઈને ખેડૂતોને પડતી હાલ આખી બાબતે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ કરતા જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ સંસ્થાની મુલાકાત લઇ ખાતર વિતરણ વ્યવસ્થાની જાણકારી મેળવી અને ખેડૂત ભાઈઓને કઈ રીતે ખાતર વિતરણ કરવામાં આવે છે.


ખેડૂતોને યુરિયા ખાતરની માગ વધુ હોય લાંબી લાંબી લાઈનો થાય છે જે અંગે પૂછપરછ કરી તપાસ કરી સંઘના જવાબદાર અધિકારીઓને જરૂરી સુચના આપી હતી તેમજ તેમની સાથે ખેતીવાડી અધિકારી બેન થરાદ હાજર રહ્યા હતા થરાદ તાલુકા સંઘના આ મેનેજર જગદીશભાઈ ત્રિવેદીએ ડીડીઓને થરાદ તાલુકા સંઘ દ્વારા યુરિયા ખાતર વિતરણ અંગે જરૂરી માહિતી આપી હતી અને પડતી મુશ્કેલીઓ સાહેબ સામે રજૂ કરી હતી ડીડીઓએ તમામ રજૂઆતો સાંભળી અને વધુમાં વધુ ખાતર મળે એ દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આજે યુરિયા ખાતર ની એક ગાડી થરાદ તાલુકા સંઘમાં આવેલ જે વિતરણ ચાલુ હોવાથી ડીડીઓએ પ્રત્યક્ષ ખેડૂતો ભાઈઓ સાથે મુલાકાત કરી વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા કરી સંઘના કર્મચારીઓને સૂચના આપી હતી.


  • Follow us on: