વાવ-થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા રાજસ્થાન તરફ્થી આવતા વાહનોને થરાદની હદમાં પ્રવેશતાની સાથે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાય છે. ત્યારે ચેકિંગ દરમિયાન બાઈક પર એમડી ડ્રગ્સ લઈ આવતા બે શખ્સોને પોલીસે પકડી તેમની પાસેથી નવ લાખ ઉપરાંતનું એમડી ડ્રગ્સ કબ્જે કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
મળતી માહિતી અનુસાર, રાજસ્થાન સરહદે આવેલા ખોડા તેમજ વાતડાઉ જેવા ગામ નજીક ભારત માલા રોડ પર પોલીસ દ્વારા રાજસ્થાન તરફ્થી આવતા વાહનોનું ચેકિંગ કરાય છે. ત્યારે રાજસ્થાન તરફ્થી જી.જે.10 ઇ ઇ 7433 નંબરના એક બાઈક પર સવાર થઈ બે શખ્સો આવી રહ્યા હતા. જે બાઈક ઊભું રખાવી શખ્સોની પૂછપરછ કરતા તેઓ કિશન કિશોરભાઇ જાતે. ચૈાઘરી (જાટ) રહે .રેલ્વેસ્ટેશનની બાજુમાં ઘરાનગર જામનગર મૂળ રહે.કલવાણી તા.નાગોર જી.નાગોર રાજ અને ઓસમાણ સલીમભાઈ જાતે. કેર(મુસ્લિમ) ઉ.વ.26 રહે.રેલ્વેસ્ટેશનની બાજુમાં ઘરાનગર,જામનગર વાળા હોવાનો જણાવતા પોલીસીને શંકા જતા તેમની તલાસી લેતા તેમની પાસેથી ગેર કાયદેસર રાખેલું 95 ગ્રામ માદક પદાર્થ મેથા એમ્ફેટામાઇન જેની કિંમત રૂ.9,50,000 લાખનું મળી આવતા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેની પાસેથી મોબાઇલ, બાઈક મળી કુલ રૂ. 10,08,000 ના મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બંને વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી હતી.










