ગુજરાતમાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આખરે સરકાર જાગી. રાજ્યભરમાં તમામ તમામ-નાના મોટા બ્રિજની ચકાસણી શરૂ કરવામાં આવી. આ સંદર્ભે આજે છોટાઉદેપુરમાં કલેક્ટર ગાર્ગી જૈને જિલ્લાના જર્જરિત બ્રિજની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું. જિલ્લામાં અત્યારે બોડેલીનો ઓરસંગ, મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા સાવચેતીના ભાગરુપે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી.


[[$googlead]]

જરુર જણાય ત્યાં ઝડપથી સમારકામની કામગીરી 

વધુમાં તેમણે કહ્યું કે આજે મારી સાથે અન્ય અધિકારીઓ પણ બ્રિજ સ્થિતિનું મૂલ્યાંકનમાં સામેલ છે. ઓરસંગ અને મેરિયા બ્રિજ વધુ ક્ષતિગ્રસ્ત હોવાથી ટ્રક જેવા ભારે વાહન માટે બંધ કરાયો છે. આ મામલે NHAIની ટેક્નિકલ ટિમ બ્રિજની મુલાકાત લઈ સ્થિતિનું નિરિક્ષણ કરશે. અને બાદમાં ટીમ દ્વારા આ મામલે નિર્ણય લેવાશે તેને અમલમાં મૂકવામાં આવશે. રાજ્યસરકાર દ્વારા હાલમાં છોટાઉદેપુરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. અને જિલ્લાઓમાં બ્રિજ બિસ્માર અથવા વધુ ક્ષતિગ્રસ્ત હોવાની જરુર જણાય ત્યાં ઝડપથી સમારકામની કામગીરી શરુ કરવામાં આવી છે.

[[$alsoread]]

તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરાઈ

સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં છોટાઉદેપુરના કલેકટરે જણાવ્યું કે જિલ્લાના અન્ય બ્રિજની પણ આરએન્ડ ડી મારફતે તપાસ હાથ ધરાઈ છે. બ્રિજ બિસ્માર બન્યા છે જયારે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બ્રિજ ના હોવાના કારણે નસવાડી તાલુકા ના પોથલીપુરા ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જણાવી દઈએ કે વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 15 લોકોનો મોત નિપજયા. આ ઘટના બાદ છોટાઉદેપુરના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

  • Follow us on: