આણંદના ઉમરેઠ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દાગજીપુરાના 35 વર્ષીય યુવક ભરત ઠાકોરનું ટ્રેન નીચે કપાઈ જતાં કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનાને આત્મહત્યા ગણવાને બદલે મૃતકના પરિવારે ગંભીર આરોપો લગાવ્યા છે કે આ હત્યા છે. જેનો ભોગ યુવકની પત્નીના આડા સંબંધોને કારણે લેવાયો છે. મૃતકના ભાઈ રાજેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મૃતક ભરતભાઈની પત્નીને વિરલ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હતા.
દાગજીપુરાના ભરત ઠાકોરનું કમકમાટી ભર્યુ થયું મોત
આ સંબંધોને કારણે મૃતક ભરતભાઈ અને વિરલ વચ્ચે અગાઉ પણ અનેક વખત ઝઘડા થયા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે વિરલ અને તેના સાગરીતો દ્વારા ભરતભાઈ અને તેમના ભાઈ રાજેશને વારંવાર ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ શંકાસ્પદ સંજોગોને કારણે પરિવારજનો માને છે કે આ ઘટના માત્ર અકસ્માત નથી પરંતુ હત્યાનું કાવતરું હોઈ શકે છે.













