વડોદરાની એક કરુણ ઘટના જેમાં શ્રમજીવી પરિવારની બાળકી કારનીચે કચડાઈ હતી. વડોદરામાં આવેલી ગોત્રી કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં એક કારચાલકે ત્યાં બાંધકામનુ કામકરતા શ્રમજીવી પરિવારની બાળકીને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારે પોચાની અઢી વર્ષની બાળકી ગુમાવી હતી. મળતી માહિતી મુજબ ગોત્રી કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં એક મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ બાંધકામનું કામ કરવા માટે ત્યાં શ્રમજીવી પરિવાર આવ્યો હતો.


બાળકી રોડ તરફ દોડી અને પાછળથી આવેલી કારે બાળકીને અડફેટે લીધી

શ્રમજીવી પરિવાર બાંધકામના કામમાં વ્યસ્ત હતો અને તેમની જોડે આવેલી તેમની અઢી વર્ષની બાળકી ત્યાં રમી રહી હતી. આ બાળકી રમતાં રમતાં રોડ તરફ દોડી ગઈ હતી. ત્યાં અચાનક પાછળથી આવતી કારે તેને અડફેટે લઈ આ બાળકીને કચડી દીધી હતી. ઘટનાની જાણ થતાં બાળકીના માતા પિતા તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ માતા પિતા આવે તે પહેલા જ બાળકીને કારે કચડી લેતા તેનું મોત નિપજ્યું હતું. શ્રમજીવી પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યું હતું.

પોલીસે કાર કબજે કરી કારચાલકની કરી ધરપકડ

હોસ્પિટલમાં ફરજ બજાવનાર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ પરિવારે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી અને કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શ્રમજીવી પરિવારની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે પાલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે કારચાલક અર્જુન ચાવડાની અટકાયત કરી હતી. પોલીસ તપાસ બાદ કારચાલક અર્જુન ચાવડાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરતા કાર પણ કબજે કરી હતી.    

  • Follow us on: