વડોદરા શહેરમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા અકોટા બ્રિજ પાસે એકસાથે ત્રણ કાર ધડાકાભેર આસપાસ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સદનસીબે મોટી જાનહાની ટળી
ત્રણ ગાડીઓ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કર એટલી ભયાનક હતી કે, કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, રાહતની વાત એ રહી હતી કે આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, જેથી મોટો અનર્થ ટળી ગયો હતો.

