વાઘોડિયાના આમોદર ગામ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. રોડ પર ઉભેલી આઇસરમાં પાછળથી કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. કાર આઇસર પાછળ ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં સવાર ત્રણ પૈકી બે લોકોને સામાન્ય અને ઇજા એક વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


[[$googlead]]

 આમોદર ગામ પાસે અકસ્માત

[[$alsoread]]

આમોદર ગામ પાસે અકસ્માતના પગલે લોકટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. અકસ્માતમાં કારમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથધરી છે. ખાનગી યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ કારમાં સવાર હતા. સમયસર કારની એર બેગ ખુલ્લી જતા મોટી દુર્ઘટના થતા ટળી છે.

કાર અને ટ્રકનો અકસ્માત

વાઘોડિયા વડોદરા રોડ પર બની ઘટના બની છે. આ ઘટનામાં વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ કારમાં સવાર હતા. કાર રસ્તા પર ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે.  ત્રણેય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


  • Follow us on: