ફરી એક વાર વડોદરામાં લૂખા તત્વોએ જાહેરમાં મારામારી કરીને કાયદાનો ભંગ કર્યો છે. વડોદરાના મકરપુરા ડેપોમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં 20 જેટલા ટપોરી યુવકોએ પોતાની કોઈ અંગત બાબતે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાએ છુટા હાથે મારામારી કરીને સ્થાનિકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ટપોરી જેવા દેખાતા યુવકોને કોઈ કાયદો લાગુ જ ન પડતો હોય તેમ દાદા બનીને લોકોમાં ભય ઉભો કરવા જાહેર ડેપોને યુદ્ધનું મેદાન સમજીને મારામારી કરીને આતંક મચાવ્યો હતો.
ટપોરીઓ જેવા લાગતા 20 યુવકો વચ્ચે મારામારી












