વડોદરા જિલ્લાના પાદરા-મુંજપુરને જોડતા ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દિલીપ નામના વ્યક્તિનું એક.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે. આ ઘટનાએ પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે.


[[$googlead]]

'સહાય નહીં, મારો ભાઈ જોઈએ'

મૃતક દિલીપ પઢિયારના ભાઈ રાજુએ રડતી આંખે તંત્ર અને ડોક્ટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે આકરા શબ્દોમાં જણાવ્યું કે, "મને મારો ભાઈ પાછો જોઈએ છે, સહાય નથી જોઈતી." રાજુએ વધુમાં કહ્યું કે, "મારા ભાઈને છાતીમાં ઇન્ફેકશન વધી જતાં તેનું મોત નીપજ્યું. જો ડોક્ટરોએ યોગ્ય અને સમયસર સારવાર કરી હોત તો મારો ભાઈ આજે જીવતો હોત." આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે, પરિવારજનોને તંત્રની બેદરકારી અને સારવારમાં થયેલી ખામીઓ પર શંકા છે.

[[$alsoread]]

ઘટના અને તંત્રની જવાબદારી

આ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. શરૂઆતથી તંત્રના સંકલન અને બચાવ કામગીરી પર સવાલો ઉભા થયા છે. હવે સારવારમાં બેદરકારીના આક્ષેપો સાથે મૃત્યુઆંક વધતા, તંત્રની જવાબદારી પર વધુ ગંભીરા પ્રશ્નો ઉભા થયા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે અને જે પણ જવાબદાર હોય તેણે કડક સજા થવી જોઈએ. કારણ કે, આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ અનેક પરિવારોના જીવનનો સવાલ છે.

  • Follow us on: