વડોદરા સેન્ટ્રલ જેલમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભરૂચના ચકચારી બાળકી પર દુષ્કર્મ કેસના ફાંસીની સજા પામેલા આરોપીનું સ્વાસ્થ્ય સંબંધી કારણોસર મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, દુષ્કર્મના ગુનેગાર વિજય પાસવાનનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ GIDC વિસ્તારમાં આચર્યું હતું જગઘન્ય કૃત્ય
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વિજય પાસવાને અગાઉ ભરૂચ GIDC વિસ્તારમાં એક નિર્દોષ માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ પાશવી કૃત્યમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 10 વર્ષીય બાળકીનું સતત 8 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે આ કેસને અત્યંત સંવેદનશીલ ગણવામાં આવ્યો હતો.

