વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના કાળો કારોબાર પર પ્રહાર કર્યો છે. બાતમીના આધારે SMC ની ટીમે સરપ્રાઇઝ દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી સંખ્યામાં પેટીઓ ઝડપી પાડી છે. SMC ની આ સપાટાબંધ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દારૂ અને વાહન સહિત રૂ. 28.65 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન તેમજ અન્ય સામાન મળીને કુલ રૂ. 28.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગેરકાયદેસર દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

