વડોદરાના જરોદમાં દારૂ સગેવગે કરવાના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં સંડોવાયેલા પોલીસ જવાનોના નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમિક તપાસમાં 6 પોલીસ કર્મીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવમાં આવી છે. આ મામલે પી. એસ. ઓ અને રાઇટરના નિવેદન લેવાયા છે. ખાતાકીય કાર્યવાહી અગાઉ પ્રાથમિક રિપોર્ટ બનશે. આ મામલાની વાઘોડિયા પી. આઈ. ને તપાસ સોપાઈ છે.
જરોદમાં દારૂ સગેવગે કરવાના કેસ
દારૂનો આ જથ્થો હરીપુરા રોડ પર એક ખેતરમાં સળગાવી દીધો હોવાનો વીડિયો પોલીસ ઉચ્ચ અધિકારીને મળ્યો હતો. આ જગ્યા પર મુલાકાત કરી તેના નમૂના લીધા હતા. આ મામલાની તપાસ વાઘોડિયા પી. આઈ. ને તપાસ સોપાઈ છે. પોલીસે લીધેલા નમૂના એફ.એસ.એલ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ દારૂ સગેવગે કરવાના આરોપમાં 6 કર્મીઓ સામે ખાતાકીય તપાસ પહેલા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.
PSO અને રાઇટરના પણ નિવેદન લેવામાં આવ્યા
દારૂનો જથ્થો સળગાવી દેવાની ઘટના પર પોલીસ પહોંચી હતી. ત્યાંથી નમૂના લઈ એફ.એસ.એલ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પંચ રહેલા તાહિર સત્તર હોવાનું માનવામાં આવે છે. આ મામલે PSO અને રાઇટરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. બુટલેગરને બોલાવી કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરાયો હતો.









