ગુજરાતીઓના તહેવારો પ્રત્યેના પ્રેમ અને ખરીદીના ઉત્સાહે રાજ્યના ઓટોમોબાઇલ બજારને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય-યુનિયન મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ,ગુજરાતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશને પાછળ છોડીને કાર વેચાણમાં દેશમાં બીજા સ્થાને કબજો જમાવ્યો છે.28 ઓક્ટોબર 2026 સુધીમાં ગુજરાતમાં કુલ 41,552 કારનું વેચાણ નોંધાયું છે.આ લીસ્ટમાં મહારાષ્ટ્ર 44,632 યુનિટના વેચાણ સાથે હજુ પણ પ્રથમ ક્રમે યથાવત છે.જ્યારે 38,233 યુનિટ સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે.હરિયાણા 25,131 યુનિટ અને રાજસ્થાન 23,602 યુનિટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.ગત વર્ષે ઓક્ટોબર 2025માં ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ ત્રીજા ક્રમે હતું, 

ગુજરાતીઓ નવી વસ્તુઓની ખરીદીને શુભ માને છે

આ વર્ષે તહેવારોની સિઝનમાં થયેલા ધૂમ વેચાણે તેને બીજા ક્રમે પહોંચાડી દીધું છે. નવરાત્રિ, દશેરા અને દિવાળી દરમિયાન ગુજરાતીઓ નવી વસ્તુઓની ખરીદીને શુભ માને છે, જેનો સીધો ફાયદો કાર ડીલરોને મળ્યો છે.જો કેલેન્ડર વર્ષ 2026ના કુલ આંકડા જોઈએ તો પણ ગુજરાતની સ્થિતિ મજબૂત છે. 28 ઓક્ટોબર સુધીમાં કુલ 3,44,039 યુનિટ સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર 4,72,712 યુનિટ સાથે પ્રથમ અને ઉત્તર પ્રદેશ 4,32,591 યુનિટ સાથે બીજા ક્રમે છે, જ્યારે તમિલનાડુ 2,87,643 અને કર્ણાટક 2,80,705 યુનિટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.ઉલ્લેખનીય છેકે, ગુજરાતએ વર્ષોથી ધંધા રોજગાર તેમજ વેપાર ક્ષેત્રે વિકસિત અને પ્રગતિશીલ રાજ્ય તરીકે પંકાયેલું છે.

GST કાપ અને નવા કાર મોડેલોએ વેચાણને વેગ આપ્યો

આ વખતના વેચાણમાં વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે.કાર ડીલરોના મતે,સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા GSTમાં કરાયેલા ઘટાડાથી કારની કિંમતોમાં થયેલો રાહત,એન્ટ્રી-લેવલ કાર પરથી વધેલી મજબૂત માંગ,SUV પ્રત્યે વધતા ક્રેઝ અને કંપનીઓ દ્વારા તહેવારો ટાણે જ લોન્ચ કરાયેલા નવા મોડેલોએ ખરીદદારોને શો-રૂમ સુધી ખેંચ્યા છે.કાર ડીલરોનું કહેવું છે કે GST કાપ પછી એન્ટ્રી-લેવલ કારની માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.આ કાપને કારણે ઘણા મધ્યમવર્ગીય ખરીદદારો અને અત્યાર સુધી ટુ-વ્હીલર વાપરતા મધ્યમવર્ગીય પરિવારો હવે ફોર-વ્હીલર તરફ વળ્યા છે.ગુજરાતની મજબૂત ઓદ્યોગિક બેઝ, ઝડપથી વિકસી રહેલા શહેરી વિસ્તારો અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી રાજ્યને ઓટો કંપનીઓ માટે સૌથી પસંદગીનું બજાર બનાવે છે.

CNG અને EV તરફ ગુજરાતી ગ્રાહકોનો મુકાબ વધ્યો

ગુજરાતના લોકો હવે માત્ર પ્રેમ અને ડીઝલ કાર જ નહીં, પણ પર્યાવરણલક્ષી વિકલ્પો તરફ પણ ઝડપથી વળી રહ્યા છે. રાજ્યમાં CNG વેરિઅન્ટ અને ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માંગ ખૂબ જ સારી રહી છે. રાજ્યભરમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો થઈ રહ્યો હોવાથી લોકોનો EV પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. કંપનીઓ દ્વારા નવા EV અને CNG મોડેલ રજૂ કરવાથી પણ વેચાણને વેગ મળ્યો છે.

આ પણ વાંચોઃ Vadodara : કરાલી ગામે મગરના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજ્યું