રાજ્યમાં વધુ એક શાળા વિવાદમાં આવી છે. વડોદરાની શ્યામા પ્રસાદ મુખર્જી શાળા વિવાદમાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શ્યામા પ્રસાદ મુખર્જી શાળા વિવાદમાં આવી છે. શાળાના બાળકોને ખાનગી કંપનીના ટીશર્ટ પહેરાવતા હોવાનું સામે આવ્યું છે. સવાર અને બપોર પાડી બંનેની અંદર ખાનગી કંપની અને બેન્કના ટીશર્ટને લઈને શાળા ચર્ચામાં આવી છે. કોઈપણ પ્રકારની શિક્ષણ સમિતિની પરવાનગી વગર આચાર્યએ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.


[[$googlead]]

અમારી પાસે કોઈ પણ પરવાનગી માગવામાં આવી નથીઃ ડો.ભરતીયા

જે તે કંપનીએ બાળકો માટે ટી-શર્ટ આપી છે અને પોતાની કંપનીનો લોગો લગાવીને જાહેરાત કરતા સમિતિ એક્શન મોડમાં આવી છે. આ સમગ્ર મામલે શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતીયાએ નિવેદન આપતા કહ્યું કે અમારી પાસે કોઈ પણ પરવાનગી માગી હોય તેવું ધ્યાનમાં નથી. આ સમગ્ર બાબતે અમે ચોક્કસ તપાસ કરાવીશું અને જો કંપનીના લોગો વાળી ટીશર્ટ બાળકો પહેરતા હોય તો પગલા પણ ભરીશું. સમિતિની પરવાનગી કેમ લેવામાં આવી નથી તે અંગે પણ આચાર્યનો જવાબ લઈશું.

[[$alsoread]]

વડોદરામાં વિદ્યાર્થિનીનો સાતમા માળેથી કૂદી આપઘાત

બીજી વડોદરાના વાડીમાં વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. GSFC કોલેજમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની હતી. કોમ્પ્લેક્સના 7માં માળ પરથી વિદ્યાર્થીનીએ મોતનો ભૂસકો લગાવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ મોકલી આપ્યો છે. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને FSLની ટીમો તપાસમાં લાગી છે. વિદ્યાર્થીની કોમ્પ્લેક્સમાં કેવી રીતે પ્રવેશી અને કેમ ભૂસકો માર્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં કોમ્પ્લેક્સના સિક્યુરિટી અને સીસીટીવીની પણ ચકાસણી પોલીસ કરી રહી છે.


  • Follow us on: