ગુજરાતના વડોદરા (Vadodara) જિલ્લામાં કરજણ-માલસર રેલવે (Karjan-Malsar Railway) પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન (Land Acquisition) ના મામલે કોઠાવ (Kothav) ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠાવ ગામના અંદાજે 36 ખેડૂતો (Around 36 Farmers) ની જમીન આ રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને જમીન સંપાદનનો પત્ર તો મળ્યો છે, પરંતુ આગળની પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે જમીનની માપણી, વળતરની રકમ (Compensation Amount) અને ધારા-ધોરણ અંગે અનેક સવાલો ઊભા થયા છે.

કોઈના ખાતામાં વળતર જમા નહીં

ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી કોઈ પણ ખેડૂતના ખાતામાં વળતરની રકમ જમા થઈ નથી, જેનાથી ખેડૂતોની ચિંતા અને નારાજગી વધી છે. આ મામલે ધારાસભ્ય અક્ષય પટેલ (MLA Akshay Patel) દ્વારા મુખ્યમંત્રી (Chief Minister) સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, કોંગ્રેસ (Congress) દ્વારા પણ RTI મારફતે જમીન સંપાદન અને વળતરની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર માહિતી માંગવામાં આવી છે.

જમીન લઈ વિકાસ કરશો, તો ખેડૂતોને યોગ્ય વળતર અને જવાબ ક્યારે આપશો?

વળતર અને માહિતીના અભાવે કોઠાવના ખેડૂતોમાં આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે, "જમીન લઈ વિકાસ કરશો, તો ખેડૂતોને યોગ્ય વળતર અને જવાબ ક્યારે આપશો?" વિકાસના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કરતી વખતે ખેડૂતોને વિશ્વાસમાં લઈને પારદર્શક માહિતી અને સમયસર વળતર મળે તેવી માંગ જોર પકડી રહી છે. હવે તપાસ અને RTI માંથી સામે આવતી વિગતો બાદ ખેડૂતોને યોગ્ય ન્યાય અને વળતર ક્યારે મળે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Suratમાં ખાડી બ્રિજના કામને પગલે ટ્રાફિક જોખમ, કિરણ ચોક નજીક રસ્તો બંધ થતા વાહનચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર