વડોદરા શહેરમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના દૂષણ સામે પોલીસે સઘન ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના ડ્રગ્સના આઠ હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. એન્ટી ડ્રગ પેટ્રોલિંગ દરમિયાન કુલ 6 કેસ નોંધાયા છે અને ડ્રગ્સના પઝેશન મામલે 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ડ્રોન, બોડીકેમ, બાયનોક્યુલર્સ અને સ્નિફર ડોગથી ચેકિંગ
આ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા આધુનિક અને સઘન તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન અને બોડીકેમ મારફતે દેખરેખ રાખવાની સાથે બાયનોક્યુલર્સ અને સ્નિફર ડોગ ની મદદથી શંકાસ્પદ સ્થળો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
