વડોદરાના ચકચારી રક્ષિતકાંડ (હિટ એન્ડ રન કેસ)ના સહ-આરોપી પ્રાંશુ ચૌહાણને કાયદાકીય મોરચે મોટો ઝટકો લાગ્યો છે. કેસમાંથી મુક્ત થવા માટે પ્રાંશુ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે, જેના કારણે હવે તેને આ કેસમાં ટ્રાયલનો સામનો કરવો પડશે.
રક્ષિત નશામાં હોવા છતાં પ્રાંશુએ કાર ચલાવવા આપી હતી
પોલીસ તપાસ અને કેસની વિગતો મુજબ, દુર્ઘટના સમયે મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયા જે કાર ચલાવી રહ્યો હતો તે કાર પ્રાંશુ ચૌહાણના કબ્જામાં હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ઘટના સમયે પ્રાંશુ ચૌહાણે પોતે પણ નશો કર્યો હતો અને તેમ છતાં તેણે રક્ષિત નશામાં હોવા છતાં તેને કાર ચલાવવા માટે આપી હતી. આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ પ્રાંશુ ચૌહાણ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી બચવા તેણે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી છે.
