વડોદરા જિલ્લાના પાદરા-મુંજપુરને જોડતા ગંભીરા બ્રિજ પર લટકી ગયેલા ટેન્કરને આખરે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં મરીન ઈમરજન્સી ટીમને મોટી સફળતા મળી છે, જેના કારણે એક સંભવિત મોટી દુર્ઘટના ટળી છે.


[[$googlead]]

એર લિફ્ટિંગ રોલર બેગની મદદ

ટેન્કરને બ્રિજ પરથી સુરક્ષિત રીતે ઊંચકી લેવા માટે ટેન્કર નીચે એર લિફ્ટિંગ રોલર બેગ લગાવવામાં આવી છે. આ બેગમાં હવા ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે જેથી ટેન્કર ધીમે ધીમે ઉપર ઉઠાવી શકાય. આ ઓપરેશનમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે તે માટે ટેન્કર પાસેથી તમામ એજન્સીઓના કર્મચારીઓને દૂર ખસેડી લેવામાં આવ્યા છે.

[[$alsoread]]

ડ્રોન કેમેરાથી મોનિટરિંગ

આ સમગ્ર ઓપરેશનનું નિયંત્રણ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવી રહ્યું છે. ટેન્કરને બહાર કાઢવાની પ્રક્રિયાનું રેકોર્ડિંગ અને રજેરજની માહિતી માટે ચાર ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. ડ્રોન કેમેરાથી મળતા લાઈવ ફૂટેજ દ્વારા કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર બાજ નજર રાખી રહ્યા છે. આ ટેકનોલોજીના ઉપયોગથી ઓપરેશનમાં કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આશા છે કે, આ ટેન્કરને કોઈ પણ જાનહાનિ વિના સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે.



  • Follow us on: