સાવલી તાલુકાના મોક્સી ગામ ની સીમમાં ખુલ્લી જગ્યાએ ભાદરવા પોલીસે દરોડો પાડીને રૂા. 11570 અંગ ઝડતી તેમજ દાવ પરની રોકડ સહિત 3ને ઝડપી પાડયા છે જ્યારે ફરાર થયેલ 6 જુગારીયાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે
ભાદરવા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ કે મોક્સી ગામની સીમમાં મહાપુરા ગામ તરફ્ જવાના ખેતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી તેના પગલે પોલીસ જવાનો એ દરોડો પાડતા કુલ 3 જુગારિયા ઝડપાયા હતા જ્યારે અન્ય 6 ફરાર થયા હતા ઝડપાયેલ જુગારીયા (1) સંજય ગોવિંદ વડોદિયા રહે ઉમેદા ચોકડી મોક્સી તા સાવલી પાસે અંગઝડતીમાં રૂા.1850 (2) બલરાજસિંહ સોમસિંહ વાઘેલા રહે વાઘેલા ફ્ળિયુ મોકસી પાસે રૂા.4450 (3) ધર્મેશ દશરથ ઓડ રહે વાડી ફ્ળિયુ મોકસી પાસે રૂા.1220 સાથે ઝડપાયા હતા આમ ઝડપાયેલ ત્રણે જુગારીયાઓ પાસેથી 7520 અને દાવ પરથી 4050 મળી કુલ 11570 રૂપિયા સાથે ઝડપીને જેલ ભેગા કર્યા છે. જ્યારે પોલીસને જોઇને ભાગી છુટેલા 6 ઇસમોને ઝડપી પાડવા માટે ભાદરવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો હતો.










