વડોદરા શહેરમાં ગેરકાયદેસર અને નશીલા પદાર્થોના વેચાણ સામે એસઓજી (SOG - સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે ગુપ્ત બાતમીના આધારે ગોરવા વિસ્તારમાં આવેલી નર્મદા નગરી નજીક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં નશીલી કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.
રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પોલીસે સ્થળ પરથી કફ સિરપની કુલ 16 પેટીઓ જપ્ત કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કફ સિરપના જથ્થાની કિંમત રૂપિયા 20 લાખથી પણ વધુ અંકાય છે. SOG ની આ ત્વરિત અને સગીર કાર્યવાહીના પગલે વડોદરામાં નશાકારક કફ સિરપનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
