વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કેવા લોલમલોલ કામ થાય છે તેનો જીવતોજાગતો નમૂનો સનફાર્મા રોડ પર જોવા મળ્યો છે. અહીં સુરતથી પેવર બ્લોકનો અતિ ભારે જથ્થો ભરીને એક ટ્રક વડોદરા તરફ આવી રહી હતી. સનફાર્મા રોડ પરથી પસાર થતી વખતે રોડના કિનારેથી રસ્તો અચાનક પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. રસ્તો ધસી પડતાં જ ટ્રકના પાછળના અને સાઇડના ટાયરો જમીનમાં ઊંડે સુધી ખૂંપી ગયા હતા અને ટ્રક એકતરફી નમી જતાં અકસ્માત સર્જાયો હતો.
કરોડોના ખર્ચે બનેલા રોડની આયુષ્ય થોડા દિવસ જ રહ્યું
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર દ્વારા હજુ થોડાક દિવસો પહેલાં જ આ રોડ પર નવું કાર્પેટિંગ અથવા પ્રી-મોન્સૂન અંતર્ગત મરામતનું કામ કરવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં કે હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત થઈ છે ત્યાં જ જો રોડ ભારે વાહનનું વજન ન ખમી શકતો હોય, તો કોન્ટ્રાક્ટરે કેવા પ્રકારની હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી હશે તે સમજી શકાય છે. આ રોડ કૂદવાને કારણે ટ્રકના નીચેના હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે.
