વડોદરા નજીક આવેલા વરણામા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક તેના મિત્રના ફ્લેટની મુલાકાતે આવ્યો હતો, જ્યાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફ્લેટના રહીશો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
કુબેર એક્સપ્રેસિવના ફ્લેટમાં અગમ્ય મોત
મૃતક યુવકની ઓળખ આકાશ રવિ પાટીલ તરીકે થઈ છે, જે વડોદરાની ચિત્રકૂટ સોસાયટીનો રહેવાસી હતો. આકાશ વરણામા ખાતે આવેલા 'કુબેર એક્સપ્રેસિવ' બિલ્ડિંગના ફ્લેટ નંબર 102 માં તેના મિત્રને મળવા માટે આવ્યો હતો. જોકે, ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. યુવાન વયના દીકરાના આવા અચાનક મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.
