વડોદરાના એક ભક્ત મહેશ ઉત્તેકર જેઓ અમરનાથ યાત્રાએ ગયા હતા તેમનું દુઃખદ અવસાન થયું છે. મળતી જાણકારી અનુસાર, તેમની ઉમર 50 વર્ષની આસપાસ છે. તેમને પડી જતા માથામાં બ્ર્રેઈન હેમરેજ થયું હતું જેના કારણે તેમનું નિધન થયું છે.


[[$googlead]]

વડોદરાના ભક્તનું અમરનાથ યાત્રામાં મોત

આ દુઃખદ ઘટના સામે આવી છે ત્યારે મહેશ ઉત્તેકરનો એક નાચતો વીડિયો પર સામે આવ્યો છે જે કદાચ યાત્રા દરમિયાનનો હોવાનું મનાય છે. આ વીડિયો તેમના પ્રવાસના આનંદમય પળોને દર્શાવે છે જે તેમના અકાળ અવસાનના સમાચાર સાથે વધુ કરુણ લાગે છે.

[[$alsoread]]

મહેશ ઉત્તેકરના પરિવારમાં શોકનો માહોલ છવાયો

મહત્વનું છે કે, અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે તંત્ર દ્વારા કાળજી લેવામાં આવે છે છતાં આવા દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓ બનતા રહે છે. અમરનાથ યાત્રામાં દુનિયામાંથી અનેક લોકો આવતા હોય છે અને તંત્ર દ્વારા તેમની સાવચેતી રાખવામાં આવે છે. મહેશ ઉત્તેકરના અવસાનથી તેમના પરિવાર અને વડોદરાના ભક્ત સમુદાયમાં શોકનો માહોલ છે.


  • Follow us on: