સંખેડા હાડોદ માર્ગ ઉપર ત્રણ રસ્તાપાસે વરસાદી પાણીથી રોડની સાઇડનું ધોવાણ થતાં મોટો ખાડો પડી ગયો છે. જેને કારણે ડામર માર્ગને પણ નુકશાન થવાની સંભાવના જોવા છે. રોડની સાઈડનું ધોવાણ થવાના કારણે ડામર માર્ગ નીચેની માટીનું ધોવાણ થતાં મોટોભૂવો પડી જવાને કારણે ભારદારી વાહન માર્ગ ઉપરથી પસાર થતા ડામર માર્ગે બેસી જવાને કારણે દુર્ઘટના સર્જાવાની સંભાવના સેવાઈ રહી છે.
સંખેડા હાડોદ માર્ગ પર ત્રણ રસ્તા પાસે રોડની સાઈડમાં માટીનું ધોવાણ થતાં મોટું ગાબડું પડવાને કારણે આ માર્ગ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ડામર માર્ગની સાઈડ ધોવાણ થવાને કારણે મોટું ગાબડું પડતાં ડામર માર્ગને નુકશાન પહોંચી રહ્યું છે. જેના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતાં ભારદારી વાહનચાલકો દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. રોડની સાઈડમાં પડેલા ગાબડાંનું પુરાણ કરી માર્ગેને સુરક્ષિત બનાવવા માટે કામગીરી હાથ ધરવી જરૂરી છે. નહી તો વરસાદના પાણીથી માટીનું વધુ ધોવાણ થવાને કારણે માર્ગને પણ નુકશાન પહોંચે તેવી સંભાવના છે.










