વડોદરા રેલવે યાર્ડમાંથી તા.18 મીના રોજ રાત્રે ધીમી ગતિએ પસાર થતી ટ્રેનમાં બારી પાસે મુસાફરી કરી રહેલી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસુત્ર અને બે ચાંદીની ચેઇન તોડી કુલ રૂપિયા 22,500ની મતા લઇ અછોડાતોડ ફરાર થઇ ગયો હતો.


મહારાષ્ટ્રના રાયગઢમાં રહેતી રસાલીદેવી રામકેર મીના તેના વતન રાજસ્થાનના ગોલ ગામમાં ગઇ હતી. જયાંથી તા.18મી ના રોજ તિરૂઅનંતપુરમ એકસપ્રેસમાં કોટા રેલવે સ્ટેશનથી પતિ સાથે મહારાષ્ટ્રના રાયગઢ જતી હતી. દરમિયાનમાં ટ્રેન રાત્રે પોણા એક કલાકે વડોદરા રેલવે યાર્ડમાંથી પસાર થતી હતી. ત્યારે અછોડાતોડે ટ્રેનમા રસાલીદેવીના ગળામાંથી સોનાનું મંગળસુત્ર અને બે ચાંદીની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. આ અંગે રસાલીદેવીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. વડોદરા રેલવે યાર્ડ અછોડા તોડ માટે સોનાના ઇંડા આપતી મરધી સમાન સાબિત થયો છે.


  • Follow us on: