કવાંટ તાલુકામાં 22 ગ્રામ પંચાયતો પૈકી એક ગ્રામ પંચાયત સમરસ થવા પામી છે. હાલમાં કવાંટ તાલુકામાં 22 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજનાર છે. જ્યારે વિવિધ નવ વૉર્ડમાં પણ પેટા ચૂંટણી યોજનાર છે. તેવા સમયે કવાંટ તાલુકાની મોટી ચીખલી જૂથ ગ્રામ પંચાયત આજરોજ સમરસ જાહેર થઇ હતી. આ સમરસ પંચાયતમાં કેવળ મહિલાઓ જ શાસન કરશે. જેમાં સરપંચ તરીકે પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા જ્યારે સદસ્યો જમતીબેન વિઠ્ઠલભાઈ રાઠવા, સોનીબેન, વિનકાબેન કમલેશભાઈ રાઠવા રાધિકાબેન અભેસિંહભાઈ રાઠવા ગંગાબેન બાલુભાઈ રાઠવા, કૈલાસબેન ભાવસિંહભાઈ રાઠવા, રાધીબેન રમેશભાઈ રાઠવા, ખારવીબેન દેવજીભાઈ રાઠવા આમ મોટી ચીખલી ગ્રામ પંચાયતના 8 મહિલા સભ્ય અને સરપંચ તરીકે પણ મહિલા સરપંચ બિનહરીફ થવા પામ્યા છે. આ રીતના સમરસ થતી ગ્રામ પંચાયતોમાં સ્થાનિક ધારાસભ્યો દ્વારા ક્યારેક વિશેષ ગ્રાન્ટો પણ આપવામાં આવે છે. જેમાં હાલમાં જ કુબેરભાઈ ડિંડોળ દ્વારા સમરસ થયેલી ગ્રામ પંચાયતોને રૂા.51 લાખ જ્યારે સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ સમરસ થયેલી ગ્રામ પંચાયતોને રૂા.પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે.

Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ









