શિનોર રામજી મંદિર ઘાટે આવેલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે ગણેશ ચતુર્થી ના દિવસે સર સયાજી રાવ ગાયકવાડ દ્વારા અપાયેલ હીરા, માણેક, અને સોનાના દાગીનાનો શ્રુંગાર કરી બપોરે 12 કલાકે મહા આરતી કરવામાં આવી. રિદ્ધિ સિદ્ધિ અને સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા નો ઘરેણાં ના શ્રુંગાર ના દર્શન અને મહાઆરતી નો મોટી સંખ્યા મા ભક્તજનોએ લાભ લીધો હતો.


શિનોર ના ઉત્તર તટે નર્મદા કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ સાથે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલ છે. આ મંદિર સૈકા પુરાણું હોય ભાવિક ભક્તો ને અતૂટ શ્રદ્ધા છે. શિનોર તથા આસ પાસ ના ગ્રામજનો દર ચોથે અહીં દર્શન કરવા અચૂક આવે છે. ગાયકવાડી શાશન ના સર સાયજીરાવ ગાયકવાડ ને પણ અતૂટ શ્રદ્ધા હતી, તેઓ પણ અહીં દર્શન કરવા આવતા હતા. અને તેમની માનેલ માનતા પુરી થતા રિદ્ધિ સિદ્ધિ અને સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા ને આજના આશરે દોઢ કરોડ ના હીરા, માણેક, અને સોનાના દાગીના ચઢાવ્યા હતા. જે હાલ સરકારી તિજોરી મા છે. પણ દર ગણેશ ચતુર્થી ના દિવસે મામાલતદાર અને પોલીસ બંદોબસ્ત સાથે લાવી તેનો શ્રુંગાર કરાય છે. આજે ગણેશ ચતુર્થી ના દિવસે રિદ્ધિ સિદ્ધિ અને સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા ને ઘરેણાં નો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. મંદિર ના પૂજારી કાંતિભાઈ દ્વારા બપોરે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.


  • Follow us on: