મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરામાં ડભોઈ રોડ પર મહાનગર વુડાના મકાનમાં પરિવાર સાથે 26 વર્ષીય નરેન્દ્રભાઈ જીતલાલ પટેલ રહેતા હતા.
તેઓ છુટક મજૂરી કામ કરતા હતા. મંગળવારે નરેન્દ્રભાઈ ઘરે હાજર હતા અને તેમના પિતા ફરજ પર ગયા હતા. તે દરમિયાન નરેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દિવસ દરમિયાન નરેન્દ્રભાઈ ઘરની બહાર ન નિકળતા પાડોશીએ યુવકના બનેવી કોલ કરતા તેઓ દોડી આવ્યા હતા અને દરવાજો તોડીને જોતા નરેન્દ્રભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ વાડી પોલીસ મથકે કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.










