શ્રાવણ માસના અંતિમ સોમવારે તા 18 ઓગસ્ટના રોજ વહેલી સવારે શિહોરા રાણીયા બ્રિજ પાસેથી પસાર થતી મહીસાગર નદી માંથી 351 કાવડ દ્વારા સમસ્ત છાલીયેર સહિત તાલુકાના જુદાજુદા ગામોમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ દ્વારા મહીસાગર માતાનું પવિત્ર જળ ગામના પાદર સુધી લાવીને અન્ય ગ્રામજનો દ્વારા સાત સરિતાનું જળ એકત્ર કરી ઉમેરીને તમામ કાવડિયાઓનું સામૈયુ કરીને પુષ્પ વર્ષા સાથે વાજતે ગાજતે ભેગા મળીને છાલીયેર ના રાજમાર્ગો પર ફરીને કામનાથ મહાદેવ મંદિરે પહોંચી ભોલેનાથને જળા અભિષક કરાયો હતો.


ત્યારબાદ સવારે 11 વાગે કમળ પૂજા કરાઈ હતી. તેમાં 1008 કમળથી પૂજન કરાયું હતું. આ કાવડયાત્રાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભંડારાનો લાભ લઈ તમામે ધન્યતા અનુભવી હતી. ગત વર્ષે 251 કાવળ દ્વારા જળ લવાયું હતું. જ્યારે આ વર્ષે 351 કાવળમાં મહીસાગર નું પવિત્ર જળ વાજતે ગાજતે લવાયું હતું ડેસર તાલુકાના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. સમગ્ર કાવડ યાત્રાનુ આયોજન બળદેવસિંહ રાઉલજી સહિત સમસ્ત છાલીયેર ગ્રામજનોએ કર્યું હતું. આ પ્રસંગે મધ્ય ગુજરાતમાં પ્રસિદ્ધ કથાકાર રૂચાબા ઉર્ફે રીંકુબા ખાસ હાજર રહ્યા હતા.


  • Follow us on: