વડોદરા શહેરની મધ્યમાં આવેલી મહત્વપૂર્ણ સરકારી કચેરી કુબેર ભવન ખાતે એક દુર્ઘટના સામે આવી છે. કુબેર ભવન બિલ્ડિંગમાં હાલમાં તંત્ર દ્વારા રિનોવેશન અને સમારકામની કામગીરી ચાલી રહી છે. આ રિનોવેશનની કામગીરી દરમિયાન અચાનક મોટો અકસ્માત સર્જાતાં કચેરી પરિસરમાં ઉપસ્થિત લોકો અને કર્મચારીઓમાં ભારે દોડધામ તથા અફરાતફરી મચી ગઈ હતી.

ડ્રિલિંગ કરતી વખતે અચાનક ભીંત પટકાઈ

રિનોવેશનની કામગીરી દરમિયાન એક મજૂર દીવાલ પર ડ્રિલિંગ મશીનથી કામ કરી રહ્યો હતો. તે જ સમયે મશીનના વાઇબ્રેશન અને જર્જરિત હાલતના કારણે અચાનક આખી ભીંત ધરાશાયી થઈ ગઈ હતી. ડ્રિલિંગ કરી રહેલો મજૂર કાઈ સમજે તે પહેલાં જ ભીંતના કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


Accident in Vadodara government office


ઈજાગ્રસ્ત મજૂરને સયાજી હોસ્પિટલ ખસેડાયો

ઘટના બનતાં જ આસપાસના લોકો અને કચેરીના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મજૂરને બહાર કાઢ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મજૂરને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. સરકારી કચેરીમાં ચાલતી રિનોવેશન કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો અને સાવચેતીના અભાવ અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો