મહિસાગર જિલ્લામાં કલેક્ટર તરીકે અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ ભાવનગર કલેક્ટર તરીકે ફરજ બજાવતા કલેક્ટર મનીષ બંસલ (IAS) દ્વારા લખવામાં આવેલી બુક માય ડીપ્રેશન ડાયરીનું તા.13 નવેમ્બર બુધવારના રોજ અમદાવાદ ખાતે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં આયોજીત ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું.
મનીષ બંસલ કહે છે કે આ પુસ્તક ના તો યોજનાબદ્ધ રીતે લખાયુ છે કે નથી કોઇ વિશેષ ઉદ્દેશ સાથે લખાયુ. મનમાં ઉઠેલા ભાવ પાનાઓ ઉપર ઉતરતા ગયા અને પુસ્તક રચાઇ ગયું. ડિપ્રેશન જેવી એક સામાન્ય બીમારીનો કોઇ ઇલાજ નથી તેવુ માનવાની મે ભુલ કરી અને તે ભુલ મે કઇ રીતે સુધારી અને સફળતા પ્રાપ્ત કરી તેનુ વર્ણન આ પુસ્કમાં છે. મારો અનુભવ અને મારો પ્રયોગ કોઇના જીવનમાં આશા, દિશા અને મુક્તિ લાવી શકે તેનાથી મોટો આનંદ શું હોઇ શકે.










