વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ચલાવવામાં આવી રહેલા સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકાની ટીમે એક મોટી અને આકરી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની ટીમે તપાસ દરમિયાન નિયમોનો અનાદર કરનાર માણેજા વિસ્તારમાં આવેલી જાણીતી 'વોલ્ટેમ્પ' (Voltamp) કંપની સામે આકરું વલણ અપનાવ્યું છે. આ કામગીરીથી ઔદ્યોગિક વિસ્તારના અન્ય એકમોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કંપની પરિસરમાં ગંદકી જણાતાં કાર્યવાહી
પાલિકાની સ્વચ્છતા તપાસ ટુકડી જ્યારે માણેજા સ્થિત વોલ્ટેમ્પ કંપનીના પરિસરે પહોંચી, ત્યારે કંપનીની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. જાહેરમાં કચરાનો નિકાલ અને ગંદકીના સામ્રાજ્યને કારણે આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. પાલિકાના નિયમોનું ઉલ્લંઘન જણાતાં અધિકારીઓએ સ્થળ પર જ કડક પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

