વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. ગત રોજ થયેલી મારામારી બાદ લૂખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદની અદાવત રાખીને ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ મોડી રાત્રે ફરિયાદ કરનાર પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓ પર જાનલેવા હુમલો કર્યો હતો.

ત્રણ વાહનો અને રિક્ષાના કાચ તોડી મચાવ્યો ઉત્પાદ

હુમલાખોરોએ માત્ર પરિવારજનો પર હુમલો કરીને જ શાંત નહોતા રહ્યા, પરંતુ ઘરની બહાર પાર્ક કરેલા ત્રણ જેટલાં વાહનો અને ઓટો રિક્ષાના કાચ તોડીને ભારે તોડફોડ મચાવી હતી. અચાનક થયેલા આ હુમલા અને તોડફોડને કારણે સમગ્ર અલવાનાકા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકોમાં રોષ

માંજલપુર જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં ઘરમાં ઘૂસીને મહિલાઓને માર મારવાની અને તોડફોડ કરવાની ઘટનાથી સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને હુમલો કરનાર લૂખ્ખા તત્વો સામે આકરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો