કેન્દ્ર સરકારની સૂચના મુજબ એકેડેમિક ક્રેડિટ બેંકમાં એકાઉન્ટ ન ખોલવનાર એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે. જેથી દરેક વિદ્યાર્થીને એકાઉન્ટ ખોલી પોતાના એકેડેમિક રેકોર્ડનું ફરજિયાત ડિજિટાઈઝેશન કરાવવું પડશે.
એમ.એસ.યુનિ.માં વિદ્યાર્થીઓ દ્વારા એકેડેમિક ક્રેડિટ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું નથી. આ કામગીરીમાં એમ.એસ.યુનિ. રાજ્યની બીજી યુનિ.ઓ અને કોલેજની સરખામણીમાં પાછળ છે. જેથી હવે યુનિ. દ્વારા દરેક વિદ્યાર્થી માટે આ પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. આ એકાઉન્ટ જે વિદ્યાર્થી પાસે નહીં હોય તો તેઓનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. યુનિ.ના વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડ ઓનલાઈન થયા બાદ નેશનલ પોર્ટલમાં જાય છે. ડિજિટાઈઝેશન માટે દરેક વિદ્યાર્થીએ એકેડેમિક બેંક ક્રેડિટનું આઇડી બનાવવાનું ફરજિયાત છે. વિદ્યાર્થીઓ બેચલર, માસ્ટર અને પીએચડીની ડિગ્રી પણ પોતાના એકાઉન્ટમાં ઓનલાઈન અપલોડ કરી શકે છે. જેથી નોકરી મેળવવા સમયે સંબંધિત કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓનો એકેડેમિક રેકોર્ડ ઓનલાઈન જ જોઈ શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વર્ષ 2021થી 21 નવેમ્બર દરમિયાન 131 શૈક્ષણિક સંસ્થાઓની નોંધણી થઈ છે. જે અંતર્ગત 1.98 કરોડ આઇડી જનરેલ થયા અને 55.04 લાખ ક્રેડિટ રેકોર્ડ લિન્ક થયા હોવાનું જાણવા મળ્યું છે.










