વડોદરા મહાનગરપાલિકાની કચેરીને હવે નવું સરનામું મળવા જઈ રહ્યું છે. શહેરના અકોટા વિસ્તારમાં પાલિકાની નવી કચેરી બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે સયાજીરાવ નગરગૃહની બાજુમાં આવેલા પ્લોટની પસંદગી કરવામાં આવી છે. અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે 15 માળની આધુનિક ઇમારત બનાવવામાં આવશે.

23 વિભાગોનો એક જ ઇમારતમાં સમાવેશ

નવી કચેરીમાં પાલિકાના આશરે 23 જેટલા વિભાગોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આધુનિક સભા ગૃહ અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. નવી ઇમારતના નિર્માણથી પાલિકાની વહીવટી કામગીરી માટે વધુ જગ્યા ઉપલબ્ધ થશે.

હાલ હેરિટેજ ઇમારતમાં કાર્યરત છે કચેરી

હાલ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાયકવાડી હેરિટેજ ઇમારતમાં કાર્યરત છે. શહેરની વધતી વસ્તી અને ભવિષ્યમાં વોર્ડ તથા નગરસેવકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મોટી કચેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 2 વર્ષમાં કચેરી બનાવવાનું લક્ષ્ય

પાલિકા દ્વારા અગાઉથી જ મોટી અને આધુનિક કચેરી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આયોજન મુજબ આગામી 2 વર્ષમાં નવી કચેરીનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. 100 કરોડના ખર્ચે તૈયાર થનારી 15 માળની આ ઇમારત પાલિકાની વહીવટી કામગીરી માટે નવું કેન્દ્ર બનશે. 


આ પણ વાંચો :   Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ