વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ પરથી નીચે ઉતારેલું ટેન્કર આખરે તેના માલિકને પરત સોંપવામાં આવ્યું છે. આ ટેન્કરને સહીસલામત જોઇને તેના માલિક ભાવુક થઇ ગયા હતા અને તેમણે આ કામગીરીમાં મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.


[[$googlead]]

દુર્ઘટના બાદ બ્રિજ પરથી ઉતારાયેલું ટેન્કર

થોડા સમય પહેલા ગંભીરા બ્રિજ પર એક ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું અને બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવ્યું હતું. આ દુર્ઘટના બાદ ટેન્કરને બ્રિજના છેડે લાવીને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશ્વકર્મા કંપનીના કર્મચારીઓએ આ ટેન્કરને રિપેર કરીને ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવ્યું. આજે આ ટેન્કરને માલિકને પરત સોંપવામાં આવ્યું ત્યારે આંકલાવના મામલતદાર અને વિશ્વકર્મા કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

[[$alsoread]]

માલિકે વ્યક્ત કરી કૃતજ્ઞતા

પોતાનું ટેન્કર સહીસલામત રીતે પાછું મળતા માલિક ભાવવિભોર થઇ ગયા હતા. તેમને સરકાર, વહીવટી તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરી માટે સક્રિય સહયોગ આપવા બદલ તેમણે મીડિયાના મિત્રોનો પણ આભાર માનતો હતો. માલિકે કહ્યું કે, જો મીડિયાનો સાથ ન મળ્યો હોત તો આ ટેન્કર બહાર આવવું મુશ્કેલ હતું. આ ઘટના દર્શાવે છે કે જ્યારે તંત્ર, ખાનગી કંપની અને લોકો સહિયારા પ્રયાસો કરે છે ત્યારે મુશ્કેલ કામ પણ સરળ બની શકે છે.


  • Follow us on: