વડોદરામાં હેલ્મેટ ફરજીયાત મામલે 15 દિવસ વધુ મુદત શહેરીજનોને અપાઈ છે, આજથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત નો નિર્ણય લાગુ થવાનો હતો અને પોલીસ કમિશનરે લોકોને હેલ્મેટ ખરીદવા વધુ 15 દિવસ આપ્યા છે, આગામી 30 સપ્ટેમ્બર સુધી વડોદરા પોલીસ હેલ્મેટને લઈ જાગૃતિ અભિયાન ચલાવશે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાકભાજીની જેમ હેલ્મેટના પથારા લાગ્યા હતા
ટુ વ્હિલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો તા. સપ્ટેમ્બરથી અમલ શરુ કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રખાયો છે. નાગરિકો તરફથી કરવામાં આવેલી રજૂઆતના પગલે તા. ૩૦મી સપ્ટેમ્બર સુધી અમલ લંબાવાયો છે, તેમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જાહેર કર્યુ છે. જો કે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરાત તા.૧૪મી સપ્ટેમ્બરે સાંજે કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા બજારમાં હેલ્મેટની ખરીદી કરવા માટે ભીડ જામી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાકભાજીની જેમ હેલ્મેટના પથારા લાગ્યા હતા.
ઘણાં નાગરીકો દ્વારા હેલ્મેટ ખરીદ કરવા માટે સમય વધારી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી
જ્યાં રૂ.૪૫૦ થી રૂ. ૫૦૦માં હેલ્મેટનું વેચાણ થઈ રહ્યુ હતું. પોલીસને રૂ. ૫૦૦નો ચાંલો આપવો તેના કરતાં હેલ્મેટ વસાવી લેવાની ગણતરી સાથે અનેક ટુ વ્હિલર ચાલકોએ હેલ્મેટ ખરીદી લીધા હતા. જ્યારે દુકાનોમાં આઈએસઆઈ માર્કના સ્ટાન્ડર્ડ હેલમેટ રૂ.૭૫૦ની આસપાસની કિંમતે પણ વેચાયા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યુ છે કે, પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કાયદાના અમલીકરણના છેલ્લા કલાકોમાં હેલ્મેટની ધૂમ ખરીદી ઉપડી હતી. એક મહિના થી રોડ સેફ્ટીને લઈને મોહિમ શરુ કરી હતી. જેના પગલે ઘણી મોટી સંખ્યામાં નાગરીકોએ હેલ્મેટ પહેરવાનું શરુ કર્યુ હતુ. ઘણાં નાગરીકો દ્વારા હેલ્મેટ ખરીદ કરવા માટે સમય વધારી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી.









