વડોદરામાં તબીબો બન્યા ડેન્ગ્યુના શિકાર, બરોડા મેડિકલ કોલેજના તબીબોને ડેન્ગ્યુ થયો છે અને 15થી વધુ તબીબોને ડેન્ગ્યુ થયો હોવાની વાત સામે આવી છે, કોલેજમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેવું તબીબોનું કહેવું છે, બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા ફોગિંગ દવા છાંટવાની કામગીરી કરાઈ શરૂ.


[[$googlead]]

તબીબો જ ડેન્ગ્યુના શિકાર બન્યા

બરોડા મેડિકલ કૉલેજના 15થી વધુ રેસિડન્ટ ડૉકટર્સ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યાં હતા. જેમાંથી ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયેલા 10થી વધુ રેસિડન્ટ ડૉકટર્સને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે કેટલાક રેસિડન્ટ ડૉકટરે વતનની વાટ પકડી હોવાનું જાણવા મળે છે. જયારે ડેન્ગ્યુના વધતા કહેરના પગલે ગુરૂવારે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી કરાઈ હતી. મેડિકલ કૉલેજની હોસ્ટેલ સહિતના વિસ્તારમાં ફોગિંગ અને ખાડામાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

[[$alsoread]]

વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે

વધુમાં ૫.૧૧ કરોડ કરતાં વધુ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેમનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન અંદાજે ૩.૬૩ લાખ કરતાં વધુ તાવના દર્દીઓ મળી આવતાં તેમના લોહીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું તેના માટે પૂરતી સમજ નાગરિકોને આપવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી થકી આ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી

વધુમાં, મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.


  • Follow us on: