ગુજરાતમાં વાહન ચાલકોની સલામતિ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટનો અમલ કરવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે વડોદરામાં આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગત આઠમી ઓગસ્ટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે હેલ્મેટ ફરજિયાત અંગેની જાહેરાત કરી હતી. આ નિયમનું કડક અમલીકરણ કરવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.
બે હેલ્મેટ આપવા શો રૂમ સંચાલકોને સૂચન













