કોર્પોરેશનના લીગલ એડવાઈઝર વિજય વૈરાગી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેને લઈ બાપોદ પોલીસે વિજય વૈરાગી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધ્યો હતો ગુનો, પોલીસે ગુનો નોંધ્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ભર્યા પગલાં અને લીગલ એડવાઈઝર વિજય વૈરાગીની વોર્ડમાં કરી બદલી, વિજય વૈરાગી હવેથી વોર્ડ નંબર 1 ના વોર્ડ ઓફિસર તરીકે બજાવશે ફરજ.
ડેપ્યુટી કમિશનરે બદલી કરીને સંતોષ માન્યો, કડક એક્શન ન લીધાં
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના લીગલ એડવાઈઝર વિજય વૈરાગીની બાપોદ પોલીસે દારૂનો નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી. એ ઘટના બાદ મ્યુનિ. કોર્પોરેશને લીગલ એડવાઈઝરની લીગલ શાખામાંથી વોર્ડમાં બદલી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની લીગલ શાખાના લીગલ એડવાઈઝર વિજય વૈરાગી ગયા શુક્રવારે તેમના આજવા રોડ સોનલ વાટિકાના ઘરે દારૂનો નશો કરેલી હાલતમાં હતા અને ઘર પાસે તમાશો કરી રહ્યાં હોવા બાબતે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
લીગલ ઓફિસર તરીકે મીલન હાંડેને ચાર્જ આપ્યો હતો
એ પછી પોલીસે વિજય વૈરાગીની ધરપકડ કરી હતી અને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતાં. જેમની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાયો હતો. આ ઘટના પછી આજે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ગંગા સિંઘે વિજય વૈરાગીની કોર્પોરેશનની લીગલ શાખામાંથી વોર્ડ નં.૧માં વોર્ડ ઓફિસર તરીકે બદલી કરી હતી અને માત્ર બદલી કરીને જ સંતોષ માન્યો હતો. પરંતુ કોઈ કડક એક્શન લીધા ન હતાં. જ્યારે લીગલ ઓફિસર તરીકે મીલન હાંડેને ચાર્જ આપ્યો હતો.









